સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે 'ISMA'નાં ઉધોગપતિઓ અગરિયાઓના બાળકોને દત્તક લેશે
મીઠા ઉત્પાદક સંઘના હોદ્દેદારોની વરણીમાં કચ્છનો દબદબો, ઉપપ્રમુખ પદે આહીર સોલ્ટના શામજીભાઈ કાનગડની નિયુક્તિ
WND Network.Mumbai : દેશની આઝાદી પૂર્વેથી અસ્તિત્વમાં આવેલા ધી ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેકચર્સ એસોસિયેશન (ISMS)ની ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ ૪૭મી વાર્ષિક સામાન્ય સભા અને હોદ્દેદારોની વરણી અંગેની સભા મુંબઈ ખાતે મળી હતી. સંસ્થાની કાર્યવાહીનો અહેવાલ અને હિસાબી સરવૈયું રજૂ કરવાની સાથે સાથે સામજિક દાયિત્વના ભાગરૂપે અગરિયાઓ પ્રત્યેની જવાબદારી માટે અસરકારક કાર્યપધ્ધતિ બનાવીને તેમના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે દરેક મીઠા ઉદ્યોગ તેમને દત્તક લેશે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. ISMAનાં હોદ્દેદારોની વરણીમાં વધુ એક વખત કચ્છના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓનો દબદબો જોવા મળ્યો હતો. જેમાં કચ્છની જાણીતી મીઠા ઉત્પાદક કંપની આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ કંપનીનાં ઉદ્યોગપતિ શામજીભાઈ આહીરની ઉપપ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમની સાથે કચ્છના અન્ય ઉદ્યોગપતિને માનદ ખજાનચી તથા મેનેજિંગ કમિટીમાં પણ કચ્છને પ્રતિનિધિત્વ મળ્યું છે.
'ઈસ્મા'ની આ વાર્ષિક સામાન્ય સભામાં દેશના અગ્રણી મીઠા ઉત્પાદકોની બહોળી હાજરીમાં ચાલુ વર્ષના સંસ્થાની કાર્યવાહીનો અહેવાલ અને હિસાબને સર્વસંમતિથી બહાલી આપીને નવી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે વધુ પાંચમી વખત પ્રમુખ પદ માટે ભરતભાઈ સી. રાવલની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કચ્છના ઉદ્યોગપતિ શામજીભાઈ કાનગડ ઉપરાંત મોરબીના દિલાવરસિંહ જાડેજા, માનદ મંત્રી તરીકે પર્વિશ ધ્રુવ, માનદ સહ મંત્રી તરીકે પરાગ શેઠ અને ખજાનચી તરીકે કચ્છના તેજા મેમા આહીર સોલ્ટ વર્કસના શામજીભાઈ તેજાભાઇ આહિરના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ISMA દ્વારા ૧૯૪૫થી સફળ કાર્યવાહી કરીને ગુજરાતમાં અને દેશમાં મીઠા ઉદ્યોગના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે તેમજ સમગ્ર મીઠા ઉદ્યોગના વિકાસ માટે સતત કાર્યશીલ છે ત્યારે એક અગ્રણી અને અનુભવી માર્ગદર્શન મેળવવા માટે સંસ્થાના બંધારણ મુજબ આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચેરમેન પદ પ્રવર્તમાન ચેરમેન નિરમા લિમિટેડના આશિષ દેસાઈને ૧૦મી વખત વધુ એક વખત ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે કચ્છના રાકેશકુમાર જૈન, જયંતિ સોરઠીયા, અભિષેક પારેખ તેમજ વિનોદ પાબારી અને યુસુફ પટેલની પણ નિમણુંક કરવામાં આવી હતી.